Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO નંદુરબારમાં ભારે વરસાદ, ગુજરાતથી મહારાષ્ટ્ર જતા વાહનોના રૂટ ડાઈવર્ટ કરાયા

ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા મહારાષ્ટ્રના નંદુરબારમાં મેઘરાજાએ તારાજી મચાવી છે ત્યારે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જતા વાહનોના રસ્તા ડાયવર્ટ કરાયા છે. નવાપુરના પાનબારામાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. પાંઝરા, કાન નદી અને વિસરવાડી પાસેની સરપની નદીઓ બેકાંઠે વહી રહી છે. નદીઓનો પ્રવાહ એકાએક વધી જતાં પાણીના પ્રવાહમાં બે ઘોડા પણ તણાયા હતા. 

VIDEO નંદુરબારમાં ભારે વરસાદ, ગુજરાતથી મહારાષ્ટ્ર જતા વાહનોના રૂટ ડાઈવર્ટ કરાયા

વિનાયક જાધવ, તાપી: ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા મહારાષ્ટ્રના નંદુરબારમાં મેઘરાજાએ તારાજી મચાવી છે ત્યારે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જતા વાહનોના રસ્તા ડાયવર્ટ કરાયા છે. નવાપુરના પાનબારામાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. પાંઝરા, કાન નદી અને વિસરવાડી પાસેની સરપની નદીઓ બેકાંઠે વહી રહી છે. નદીઓનો પ્રવાહ એકાએક વધી જતાં પાણીના પ્રવાહમાં બે ઘોડા પણ તણાયા હતા. 

fallbacks

આ સાથે ઘોડાપૂરના કારણે મોટાભાગની નદીઓ પરના પુલ પાણીમાં ગરકાવ છે. જેને લઈને સુરતથી ધૂળિયા, નંદુરબાર તરફ જતી તમામ બસોના રૂટ ડાયવર્ટ કરાયા છે. જેમાં વાહન ચાલકોને નવાપુરથી ચારણમાળ થઈ ધૂળિયા તરફ જવા સૂચના અપાઈ છે. તાપી અને મહારાષ્ટ્ર બોર્ડર પર થયેલા ભારે વરસાદના કારણે અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે. નદી કિનારા પરના ગામમાં પાણી ઘુસી ગયા છે. તાપીમાં પરિસ્થિતિ ખરાબ થતાં નંદુરબાર જિલ્લા કલેકટર સાથે નગર પાલિકા સહીતનો સ્ટાફ પહોંચી ગયો છે.

ટૂંકમાં જાણકારી...

ઉત્તર ડાંગ અને મહારાષ્ટ્રના ચરણમાળ ઘાટમાં વરસાદ
મૂશળધાર વરસાદના કારણે અનેક ગામોમાં તારાજી
નવાપુર સહિત 7 ગામમાં તારાજી 
પાનબારામાં ધોધમાર વરસાદથી ઘોડાપૂર 
પાંઝરા, કાન, વિસરવાડી પાસેની સરપ નદીમાં ઘોડાપૂર
સુરતથી ધૂળિયા નંદુરબાર તરફની બસ ડાયવર્ટ
વાહનચાલકોને નવાપુરથી ચારણમાળ થઈ ધૂળિયા જવા સૂચના
તાપી અને મહારાષ્ટ્ર બૉર્ડરના અનેક ઘર પાણીમાં ગરકાવ
રંગાવલી અને સરફણી નદીમાં ઘોડાપૂર 
400થી વધુ ઘર પર પાણી ફરી વળ્યાં
નવાપુર નગરના જ 200 ઘરોમાં પાણી ફરી વળ્યાં
50થી વધુ વાહનો પૂરના વહેણમાં તણાયાં 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More